Search This Website

Wednesday, December 28, 2022

કાળી એલચી અને તમાલપત્ર સ્વાસ્થ્ય માટે કેટલાં ગુણકારી ?

કાળી એલચી અને તમાલપત્ર સ્વાસ્થ્ય માટે કેટલાં ગુણકારી ?

દાંત-પેઢાને મજબૂત રાખે અને વજન કંટ્રોલમાં રહે, લો-શુગર તથા બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ સાચવવું


કાળી એલચી અને તમાલપત્ર આ બંને એવા મસાલા છે જે દરેકના રસોડામાં સરળતાથી મળી જાય છે. કાળી એલચી એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીઅલ્સર, એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણોથી ભરપૂર હોય છે. ત્યાં જ તમાલપત્રમાં ટૈનિન, ફ્લેવોન, ફ્લેવોનોઇડ્સ, એલ્કલૉઇડ્સ, યૂજેનૉલ, લિનાલૂલ અને એન્થોસાયનિન હોય છે. સ્વાસ્થ્ય માટે કાળી એલચી અને તમાલપત્ર કેટલા ફાયદાકારક છે તેના અંગે આયુર્વેદાચાર્ય અમિત સેન ઘોષ પાસેથી જાણીએ....

ભૂખ વધારે, નેચરલ લીવર ટૉનિક જેવું કામ કરે
કાળી એલચીનું સેવન ગેસ્ટ્રિક અલ્સર અને જઠરાંત્રિય રોગમાં ફાયદાકારક છે. તેના ફાયટોકેમિકલ્સ અને જૈવિક ગુણધર્મોને લીધે મોટી એલચીનો ઉપયોગ લીવર ટોનિક અને ભૂખ વધારવા તરીકે થાય છે. કાળી એલચી આંતરડા માટે પણ સારી છે.


કાળી એલચી બ્લડ સર્કુલેશન વધારે છે
કાળી એલચી મેટાબોલિઝમની ક્રિયા સુધારે, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે 
પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ કાળી એલચીમાં વધુ મળી આવે છે. પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. કાળી એલચી દાંત અને પેઢા સ્વસ્થ અને બેક્ટેરિયલ ચેપથી દૂર રાખે છે. કાળી એલચી ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેમાં રહેલાં સિનેરોલ મેટાબોલિક પેરામીટરમાં સુધાર કરે છે. NCBIની વેબસાઇટમાં દર્શાવવામાં આવેલ સંશોધન પ્રમાણે, કાળી એલચી સ્થૂળતાને પણ ઘટાડે છે.

બ્લડ પ્રેશર અને લો-શુગરમાં કાળી એલચીનું સેવન ટાળવું
જો બ્લડ પ્રેશર લો હોય તો કાળી એલચી ખાવાનું ટાળવું, તેનાથી બ્લડ પ્રેશર લેવલ ઓછું થાય છે. લો-શુગરની સમસ્યા હોય તો કાળી એલચીનું સેવન ટાળવું. તે લોહીમાં શુગરનું લેવલ ઘટાડી શકે છે. જો તમે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો, તો ભોજનમાં કાળી એલચીનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.


મોંમાં રહેલાં બેક્ટેરિયાને મારે, પેઢાને મજબૂત બનાવે
તમાલપત્રમાં એસેન્શિયલ ઓઈલ મળી આવે છે. આ તેલ મોંમાં રહેલાં સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયાને દૂર રાખે છે. તમાલપત્રને બાળીને રાખ બનાવી લો. તેનાથી બ્રશ કરવાથી પેઢા મજબૂત થશે. COX-2 એન્ઝાઈમના કારણે શરીરમાં ઘણી વખત બળતરા થતી હોય છે. આવી સ્થિતિમાં તમાલપત્રના તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. હકીકતમાં તમાલપત્રમાં સિનેઓલ હોય છે જે દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.



તમાલપત્રનો પાવડર બનાવીને તેનું સેવન કરો, ગળી જવાથી તે પચતાં નથી

તમાલપત્રનો અર્ક ઘાને ઝડપથી મટાડશે, કિડનીની સમસ્યાઓ દૂર થશે. 
NCBIના સંશોધન પ્રમાણે તમાલપત્રના અર્કમાં ઘાને મટાડવાની અને કનેક્શન ટિશ્યૂ (ગ્રેનુલેશન ટિશ્યૂ) વિકસાવવાની ક્ષમતા છે. જો તમે વજનને કંટ્રોલ કરવા માંગો છો તો ડાયટમાં તમાલપત્રનો સમાવેશ કરો. તમાલપત્ર ભૂખને નિયંત્રિત કરે છે. તમાલપત્રના અર્કમાં જોવા મળતું લોરિક એસિડ કિડનીની ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. તમાલપત્ર ખાવાથી મૂત્રમાર્ગમાં રહેલા પથરીની ફરિયાદ પણ દૂર થઈ શકે છે. તમાલપત્રમાંથી કાઢવામાં આવેલો ઇથેનોલનો અર્ક કોલેસ્ટરોલનું સ્તર જાળવે છે. તમાલપત્ર વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.

સર્જરી પહેલા તમાલપત્ર ન ખાશો, ગર્ભાવસ્થા દરમિયાન ટાળો
જો તમે કોઈપણ સર્જરી કરાવવા જઈ રહ્યા છો તો 2-3 અઠવાડિયા પહેલાં જ તમાલપત્રનું સેવન બંધ કરી દો. હકીકતમાં તમાલપત્ર એનેસ્થેસિયાની દવાઓ સાથે રિએક્શન કરી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ધીમી કરી દે છે, જેના લીધે શરીરમાં ઘણી ગરબડ થઈ શકે છે. જા તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો તમાલપત્રના તેલનો ઉપયોગ કરતા પહેલાં સ્કિન ડોક્ટરની સલાહ લો. ગર્ભાવસ્થા દરમિયાન તમાલપત્ર ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો.

No comments:

Post a Comment

close